કોરોનાકાળમાં વાલીઓ માટે અત્યંત રાહતના સમાચાર આવ્યા છે . કોરોનાના કપરા કાળમાં જ્યાં અનેક લોકોના ધંધા અને રોજગાર બંધ પડ્યા છે , ત્યારે આવા સમયે લોકોને બે ટંક ખાવાના પણ ફાંફા પડવા લાગ્યા છે , ત્યારે સંતાનોની શાળાની ફી ભરવી અનેક પરિવારોને લાચાર સ્થિતીમાં મુકી દીધા હતા . જો કે , હવે રાજ્ય સરકાર તરફથી થોડી રાહત આપવામાં આવી છે . જાહેરાત કર્યા પ્રમાણે ધોરણ 10 ના વિદ્યાર્થીઓને ફી પરત કરવામાં આવશે . આ નિર્ણયથી 3.50 લાખ વિદ્યાર્થીઓના વાલીઓને રાહત થવાની છે . આગામી દિવસોમાં 6.47 કરોડ રૂપિયા ફી પેટે પરત ચુકવવામાં આવશે
ટોચના સમાચાર અહીં ઉલ્લેખનીય છે કે , કોરોનાની મહામારીના કારણે છેલ્લા દોઢ વર્ષ કરતા પણ વધારે સમયથી ઓફલાઈન શિક્ષણ ચાલી રહ્યુ છે એટલે કે વિદ્યાર્થીઓ ઘરે બેઠા ઓનલાઈન શિક્ષણ લઈ રહ્યા છે .
શાળાઓમાં વિદ્યાર્થીઓના ભવિષ્યને જોતા અને સ્વાથ્યને ખતરો ન આવે તે માટે શાળાઓબંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો . જો કે , શાળાઓ દ્વારા ઓનલાઈન શિક્ષણની ફી બાબતે વાલીઓ સતત આ ફી પાછી કરવા માગ કરી રહ્યા હતા . આ બાબતને લઈને શાળા સંચાલકોની દાદાગીરી ઘણી વખત સામે આવી છે . જોકે હવે રાજ્ય સરકારે મોટી રાહત આપી છે .કોરોનાના કપરા સમયમાં શાળાઓ બંધ છે , વિદ્યાર્થીઓ ઘરે બેસીને ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છે . ત્યારે આવા સમયે
કરી રહ્યા છે . ત્યારે આવા સમયે સ્વાભાવિક છે કે દરેક પરિવાર પાસે ઈન્ટરનેટની વ્યવસ્થા ન પણ હોય , આવા સમયે વાલીઓના ખર્ચા પણ વધ્યા , મોબાઈલની વ્યસ્થા કરવી પડી . વિદ્યાર્થીઓને આ રીતે પણ શિક્ષણ આપતા થયાં છે . આવા સમયે ગરીબ અને મધ્યમ વર્ગના વાલીઓને આને કારણે મોટો આર્થિક બોજ પણ આવ્યો , જો કે , રાજ્ય સરકારના આ નિર્ણયથી વાલીઓને અમુક અંશે રાહત થવાની છે .

No comments: