ફક્ત 50 રૂપિયામાં બનીને ઘરે પહોંચી જશે તમારુ ખિસ્સામાં રખાય એવું આધાર કાર્ડ, આ રીતે કરો અપ્લાય
PVC કાર્ડ પર આધાર પ્રિન્ટ કરવા માટે 50 રૂપિયા ફી ચૂકવવાની રહેશે. તમને જણાવી દઈએ કે PVC કાર્ડ એક પ્રકારનું પ્લાસ્ટિક કાર્ડ છે. તેનો ઉપયોગ એટીએમ કાર્ડ, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડમાં કરવામાં આવે છે.
આ રીતે કરો ઑનલાઇન ઓર્ડર
1. નવા આધાર પીવીસી કાર્ડ માટે, યુઆઇડીએઆઇ વેબસાઇટ પર જાઓ.
2. અહીં, ‘My Aadhaar’ સેક્શનમાં જાઓ અને ‘Order Aadhaar PVC Card’ પર ક્લિક કરો.
3. આ પછી તમે આધારની 12 અંકની સંખ્યા અથવા 16 અંકનો વર્ચ્યુઅલ ID અથવા 28 અંકનો આધાર એનરોલમેન્ટ ID (EID) દાખલ કરો.
4. હવે તમે સિક્યુરિટી કોડ અથવા કેપ્ચા ભરો અને OTP માટે Send OTP પર ક્લિક કરો.
5. આ પછી, રજિસ્ટર્ડ મોબાઈલ પર આવેલો ઓટીપી દાખલ કરો.
6. હવે તમારી પાસે આધાર પીવીસી કાર્ડનો એક પ્રિવ્યૂ શૉ થશે.
7. આ પછી, તમે નીચે આપેલા પેમેન્ટ ઓપ્શન પર ક્લિક કરો.
તમેપેમેન્ટ પેજ પર જશો, અહીં તમારે 50 રૂપિયા ફી જમા કરવાની રહેશે.9. પેમેન્ટ પૂરુ કર્યા પછી, તમારા આધાર પીવીસી કાર્ડની ઓર્ડર પ્રોસેસ પૂરી થશે.
તમારુ આધાર કાર્ડ 5 દિવસની અંદર આવશે
જ્યારે તમે આ પ્રક્રિયા પૂર્ણ કરો. આ પછી, યુઆઈડીએઆઇ 5 દિવસમાં તમારો આધાર પ્રિન્ટ કરી અને ભારતીય ટપાલ ખાતાને આપી દેશે. આ પછી, આ કાર્ડ પોસ્ટ દ્વારા તમારા ઘરે આવશે. આ સિવાય તમે નીચે આપેલી લિંક દ્વારા સીધા જ ઓનલાઇન ઓર્ડર આપી શકો છો.

No comments: