solar yojana સૂર્યશકિત કિસાન યોજના વિશે સંપુર્ણ માહીતી
🔹જય જવાન જય કિસાન🔹
~ ખેડૂત ઉપીયોગી ~
: ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય સૂર્યશકિત કિસાન યોજના – SKYની જેની જાહેરાત કરતા માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી..
આ યોજના તા.૨૩/જૂન/૨૦૧૮ થી લાગુ પડી છે..
• સમગ્ર દેશમાં સૌ પ્રથમ અમલ કરવાનું ગૌરવ ગુજરાતને મળશે
• પોતાના જ ખેતરમાં સૌર ઊર્જા ઉત્પાદન સોલાર પેનલથી ખેડૂત કરી શકશે
• સોલાર પેનલ માટેના કુલ ખર્ચના માત્ર પાંચ ટકા રકમ ખેડૂતે ભરવાની થશે • કેન્દ્ર-રાજ્ય સરકારની ૬૦ ટકા સબસીડી
• રાજ્યના ખેડૂતોને ૧૨ કલાક વીજળી મળશે
• સૌર ઊર્જા થકી ખેતરમાં દિવસે વીજળી-પાણી મળશે
-: ઊર્જા મંત્રીશ્રી :-
• રાજ્ય સરકાર ખેડૂત વતી ૩પ ટકા રકમની ૭ વર્ષ માટે સસ્તા વ્યાજની લોન લેશે
• રાજ્યના તમામ ૩૩ જિલ્લાના ૧૩૭ ફીડર ‘સ્કાય’ પાયલોટ પ્રોજેકટમાં સમાવિષ્ટ
• રાજ્ય સરકાર ૨૫ વર્ષ સુધી લાભાર્થી ખેડૂત પાસેથી વધારાની વીજળી ખરીદશે
• સાત વર્ષ માટે રૂા. ૭ પ્રતિ યુનિટના ભાવે અને બાકીના ૧૮ વર્ષ માટે રૂા. ૩.૫૦ પ્રતિ યુનિટના ભાવે સરકાર વીજળી ખરીદશે
• સ્કાય માટેનું ખેડૂતનું મૂડી રોકાણ વીજ વેચાણથી ૮ થી ૧૮ માસમાં જ તેને પરત મળી જશે.
........સૂર્યશકિત કિસાન યોજનાની વિગતવાર રૂપરેખા....
◆ કૃષિ વીજ જોડાણ ધરાવતા ખેડૂતો માટેની આ કિસાન હિતકારી યોજના છે.
◆ ખેડૂતોને તેમના ખેતરમાં સૂર્યશકિતથી વીજ ઉત્પાદન મેળવવા સોલાર પેનલ આપવામાં આવશે
◆ સ્કાય ફીડર પર અગાઉ કોઇપણ ખેડૂતે અરજી નોંધણી કરાવેલ હોય અને આ યોજનામાં જોડાવા ઇચ્છે, તો તેને તત્કાળ ધોરણે વીજ જોડાણ આપવામાં આવશે.
◆ ફીડર પર આવતા બધા ખેડૂતો આ યોજનામાં જોડાય એ વધુ ફાયદાકારક રહેશે .
◆ ખેડૂતોએ ઓછામાં ઓછી કુલ ખર્ચની પાંચ ટકા રકમ ભરપાઇ કરવાની રહેશે પરંતુ વધારે રકમ ભરવી હોય તો તે ભરી શકશે. જેટલી રકમ વધારે ભરશે તેટલી લોન ઓછી લેવાની થશે અને તેને કારણે આવક વધુ થશે
◆ કેન્દ્ર અને રાજ્ય સરકાર ૬૦ ટકા રકમ સબસીડી પેટે ચૂકવશે.
◆ ખેડૂત વતી રાજ્ય સરકાર બાકીની ૩પ ટકા રકમ સસ્તા વ્યાજની લોન પેટે લેશે.
◆ લોનનો સમયગાળો ૭ (સાત) વર્ષનો રહેશે.
◆ એક હોર્સ પાવર દીઠ સવા કિલોવોટની સોલાર પેનલ આપવામાં આવશે. (એટલે કે ૧૦ હો.પા.ના જોડાણ માટે ૧ર.પ કિલોવોટની પેનલ અપાશે)
~વેડીઓ દ્વારા સમજૂતી~
👉Click here to view
solar yojana સૂર્યશકિત કિસાન યોજના વિશે સંપુર્ણ માહીતી
Reviewed by Admin
on
August 03, 2019
Rating:
No comments: