રાજ્યમાંપહેલીએપ્રિલથીશ્રમિકોના લઘુતમ વેતન દરમાં વધારો થશે

 રાજ્યમાંપહેલીએપ્રિલથીશ્રમિકોના લઘુતમ વેતન દરમાં વધારો થશે

ગુજરાત સરકારે ૨૦મી માર્ચે ૪૬ જુદા જુદા વ્યવસાયોમાં કામ કરતા કામદારોના લઘુતમ વેતનમાં વધારો કરવાની જાહેરાત કરી એ પછી રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ વીજળી ઝડપે સોમવારે ફાઇનલ નોટિફિકેશન બહાર પાડ્યું છે અને એ મુજબ પહેલી એપ્રિલથી નવા લઘુતમ વેતનદરનો ૪૬ વ્યવસાયોના માલિકોએ અમલ કરવાનો રહેશે. કામદારોને ૧ ઑક્ટોબર,’૨૨થી રૂ. ૮૭.૩૦નું સ્પેશિયલ એલાઉન્સ મળતું હતું. તે પહેલી એપ્રિલથી બંધ થશે. ઝોન-૧ એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશન, નગરપાલિકાઓ તેમજ અર્બન થોરિટીઓના વિસ્તારમાં કુશળ કામદારને સ્પેશિયલ એલાઉન્સ સાથે જે કુલ રૂ. ૩૮૦.૩૦ લઘુતમ વેતન મળતું હતું. તેમાં હવે રૂ. ૯૩.૭૦નો વધારો મળશે, અર્ધકુશળ કામદારને જે રૂ.૩૭૧.૩૦ મળતું હતું તેમાં હવે રૂ. ૯૦.૭૦નો વધારો મળશે, જ્યારે અકુશળ કામદારને રૂ.૩૬૩.૩૦ મળતા હતા. તેમાં હવે રૂ. ૮૮.૭૦નો વધારો થશે. એવી

જ રીતે ઝોન-૨ એટલે કે, ગ્રામીણ વિસ્તારમાં કુળશ શ્રમિકને સ્પેશિયલ એલાઉન્સ સાથે કુલ રૂ.૩૭૧.૩૦ મળતા હતા. તેમાં હવે રૂ.૯૦.૩૦નો, અર્ધકુશળને જે રૂ.૩૬૩.૩૦ મળતા હતા. તેમાં હવે રૂ. ૮૮.૭૦નો તેમજ અકુશને જે રૂ.૩૫૫.૩૦ મળતા હતા. તેમાં હવે રૂ. ૮૫.૭૦નો વધારો થશે. જ્યારે શેરડી કામદારોને અત્યાર સુધી જે પ્રતિટન રૂ.૨૩૮ની મજૂરી મળતી હતી તે હવે વધીને રૂ.૪૭૬ મળશે.


સ્પેશિયલ એલાઉન્સ ઑક્ટોબર- ૨૩થી અપાશે, જીવનધોરણ ઇન્ડેક્સ ૭,૨૨૦માં દરેક પાંચ પોઈન્ટના વધારા સામે સ્પેશિયલ એલાઉન્સ દૈનિક વેતનમાં ૨૦ પૈસા અને પ્રતિ માસે રૂ. ૫.૨૦ ચૂકવાશે. એવી જ રીતે જીવન ધોરણ ઇન્ડેક્સ ૭.૨૨૦માં દરેક પાંચ પોઇન્ટનો ઘટાડો થશે તો દૈનિક વેતનમાં રૂ.૨૦ પૈસા અને મહિને રૂ.૫.૨૦ ઓછા મળશે. ૪૬ વ્યવસાયોમાં ગુજરાતના મોટાભાગના બધા જ વેપાર-ધંધા આવરી લેવાયા છે.રાજ્યમાંપહેલીએપ્રિલથીશ્રમિકોના લઘુતમ વેતન દરમાં વધારો થશે રાજ્યમાંપહેલીએપ્રિલથીશ્રમિકોના લઘુતમ વેતન દરમાં વધારો થશે Reviewed by Admin on March 29, 2023 Rating: 5

No comments:

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();

Popular

Theme images by Flashworks. Powered by Blogger.