કોઈ પણ ગ્રાહક હવે વગર એડ્રેસ પ્રૂફએ પણ LPC સિલિન્ડર મેળવી શકે છે . આ એલપીજી સિલિન્ડર નાનો હશે . તેનું વજન પણ 5 કિગ્રા હોય છે . પ્રવાસી અથવા તો વિદ્યાર્થીઓ અથવા વેપારીઓ તેનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરતા હોય છે . લોકોને ફાયદો અપાવતા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ( IOCL ) એ એડ્રેસ પ્રૂફના નિયમમાં છૂટછાટ આપી છે .5 કિલોનો નાનો સિલિન્ડર લેવા માટે માત્ર તમારે એક ઓળખકાર્ડ જ દેખાડવાનું રહેશે .
નાનો સિલિન્ડર ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ પરથી અથવા તો ઇન્ડેનની કોઇ પણ એજન્સી દ્વારા પણ મળી શકે છે . મોટા ભાગે ડિસ્ટ્રિબ્યુટર આ સિલિન્ડરની હોમ ડિલિવરી કરે છે . 25 રૂપિયા કિંમત આપીને આ નાનો સિલિન્ડર તમે ઘરે પણ મંગાવી શકો છો . દિલ્હીમાં નાના સિલિન્ડરનો ભાવ 257 રૂપિયા છે . અલગ - અલગ રાજ્યોમાં તેનો ભાવ અલગ અલગ હોય છે . ગરીબ વર્ગ , વિદ્યાર્થીઓ અને એકલા રહેનારા લોકોને ધ્યાનમાં રાખીને આવાં સિલિન્ડર લોન્ચ કરવામાં આવ્યાં છે . LPG સિલિન્ડરની માંગમાં થયો વધારો પહેલાની તુલનામાં હવે LPG સિલિન્ડરની માંગમાં પણ વધારો થવા લાગ્યો છે . લોકો હવે સ્વચ્છ ઉર્જા પર આધારિત ઇંધણનો ઉપયોગ કરે છે . સકકાર પણ LPG કનેક્શન વિતરણ યોજના પર પૂરતું ધ્યાન આપે છે . તેને જોતા જ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શરૂ કરવામાં આવી છે .
IOCL એ લોન્ચ કર્યો સિલિન્ડર આને જોતા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ( IOCL ) એ નાના અને FTL ( free trade LPG ) સિલિન્ડર લોન્ચ કર્યા છે . નાના સિલિન્ડરને મોટા ભાગે પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવ્યાં છે કે જેઓ મોટા ભાગે પોતાના રહેઠાણ બદલતા રહેતા હોય છે . ક્યાંથી ખરીદી શકશો અને ક્યાં ભરાવી શકશો ? સિલિન્ડર IOC ના પેટ્રોલપંપ , ઇન્ડિયન ઓઇલના રિટેઇલ સ્ટોર , કરિયાણાની દુકાન અને લોકલ સુપરમાર્કેટ પરથી પણ લઇ શકો છો . ગ્રાહકો આ સિલિન્ડરને પોતાનું ઓળખકાર્ડ બતાવીને પણ લઇ શકે છે . કોઇ પોઇન્ટ ઓફ સેલ અને ડિસ્ટ્રિબ્યુટરને ત્યાં જઇને આ સિલિન્ડર ભરાવી શકે છે . બાદમાં જો સ્થાન પણ બદલાઇ જાય છે તો સિલિન્ડર પણ તમે સાથે લઇ જઇ શકો છો . પરંતુ જો કોઇ વ્યક્તિ સિલિન્ડર નથી લઇ જવા ઇચ્છતી તો તે
વ્યક્તિએ જ્યાંથી સિલિન્ડર ખરીદ્યો હોય ત્યાં પરત પણ આપી શકે છે . આ રીતે બુક કરાવી શકો છો નાનો સિલિન ન્ડર • નાના સિલિન્ડરને બુક કરવા માટે દેશમાં ગમે ત્યાંથી 8454955555 નંબર પર મિસ કૉલ કરો . • આ કામ વોટ્સએપના આધારે પણ કરી શકો છો . વોટ્સએપ પર ' REFILL ' ટાઇપ કરીને 7588888824 પર મેસેજ કરો . • આ સિવાય , ફોન નંબર 7718955555 પર SMS કરીને પણ તમે નાના ગેસ સિલિન્ડરને બુક કરાવી શકો છો . ડિસ્ટ્રિબ્યુટર અથવા તો ગેસ એજન્સી દ્વારા મંગાવવામાં આવેલા સિલિન્ડર પર 25 રૂપિયાનો ચાર્જ આપવો પડશે .

No comments: