ખોવાઈ ગયું છે તમારું આધાર કાર્ડ તો પરેશાન થયા વિના જલ્દી કરી લો આ કામ, જાણો સરળ સ્ટેપની પ્રોસેસ

 


ખોવાઈ ગયું છે તમારું આધાર કાર્ડ તો પરેશાન થયા વિના જલ્દી કરી લો આ કામ, જાણો સરળ સ્ટેપની પ્રોસેસ


આજના સમયમાં આધાર કાર્ડ ખોવાઈ જાય તો મુશ્કેલી થાય છે. આ સમયે તમે તેને મોબાઈલમાંથી ઈ- આધાર કાર્ડના રૂપમાં ડાઉનલોડ કરી શકો છો.

આજે આધાર કાર્ડ એક મહત્વનું ડોક્યૂમેન્ટ બન્યું છે. દરેક જગ્યાએ આધાર કાર્ડની જરૂર રહે છે. આધાર કાર્ડ વિના કોઈ પણ સરકારી યોજનાનો લાભ મળવો સરળ નથી. એવામાં જો તમારું આધાર કાર્ડ ખોવાય જાય છે તો તમારે અનેક મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જો તમારુંઆધાર કાર્ડ ખોવાય તો તમે ઈ- આધાર કાર્ડને ઘરે બેઠા સરળતાથી મોબાઈલની મદદથી ડાઉનલોડ કરી શકો છો. 


જાણો કઈ રીતે ડાઉનલોડ કરી શકાશે ઈ- આધાર કાર્ડ

  • સૌ પહેલાં તો UIDAIના આધાર પોર્ટલ https://eaadhaar - uidai - gov - in  પર લોગઈન કરવાનું રહેશે. 
  • હવે તમારે 'Get Aadhaar' પર જઈને 'Download Aadhaar' પર ક્લિક કરો. 
  • આ પછી નવું પેજ ખુલશે અને સાથે આ પેજ પર આધાર સંખ્યા, રજિસ્ટ્રેશન સંખ્યા કે વર્ચ્યુઅલ સંખ્યામાંથી કોઈ એક નોંધવાની રહેશે. 
  • આ પછી કેપ્ચા કોડ નાંખવાનો રહે છે અને પછી  'Send OTP'  પર ક્લિક કરવાનું રહે છે. 
  • અહીં તમને રજિસ્ટર્ડ મોબાઈલ પર 6 અંકનો ઓટીપી મળશે.
  • તમે ઓટીપી નોધો અને સાથે જ એક ક્વિક સર્વેમાં પૂછાતા પ્રશ્નોના જવાબ આપો. 
  • હવે તમારે  'Verify And Download' નો વિક્લપ ક્લિક કરવાનો રહે છે.
  • આ રીતે તમે આધાર કાર્ડની ડિજિટલ કોપી ડાઉનલોડ કરી શકશો.  

પાસવર્ડ પ્રોટેક્ટ હોય છે આધારની ઈ-કોપી
આધાર કાર્ડની ઇલેક્ટ્રોનિક કોપી પાસવર્ડ પ્રોટેક્ટેડ હોય છે. જો તમે આધાર કાર્ડની આ ડિજિટલ કોપીને ખોલવા પાસવર્ડની જરૂર અનુભવશો. આ પાસવર્ડ આધારમાં તમારા નામના પહેલા 4 અક્ષર અને જન્મતિથિનું વર્ષ હોય છે. અનેક વાર તમે એરિયાના પિનકોર્ડ પણ પાસવર્ડ હોય છે. 
ખોવાઈ ગયું છે તમારું આધાર કાર્ડ તો પરેશાન થયા વિના જલ્દી કરી લો આ કામ, જાણો સરળ સ્ટેપની પ્રોસેસ ખોવાઈ ગયું છે તમારું આધાર કાર્ડ તો પરેશાન થયા વિના જલ્દી કરી લો આ કામ, જાણો સરળ સ્ટેપની પ્રોસેસ Reviewed by Admin on March 25, 2021 Rating: 5

No comments:

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();

Popular

Theme images by Flashworks. Powered by Blogger.