PUBG ગેમના ચાહકો આનંદો! આતુરતાનો આવી ગયો છે અંત, આ દિવસે થઇ શકે છે PUBG Mobile India લૉન્ચ
જણાવી દઇએ કે ભારત સરકારે આ વર્ષે સપ્ટેમ્બરે આ વર્ષે સપ્ટેમ્બરમાં યુઝર્સ ડેટાની સિક્ટોરિટી અને પ્રાઇવસી પર ચિંતા વ્યક્ત કરતા 118 ચાઇનીઝ એપ્સ પર બૅન મુક્યો હતો. જેમાં પોપ્યુલર ગેમ PUBG Mobile પણ સામેલ હતી. PUBGને ચાઇનીઝ કંપની Tencentથી પાર્ટનરશિપના પગલે બૅન કરવામાં આવી હતી. હવે કંપની ભારત માટે અલગથી ગેમ શરૂ કરી રહી છે.

કંપનીએ જણાવ્યું જલ્દી થશે લોન્ચિંગ
કંપનીએ પોતાની ઑફિશિયલ વેબસાઇટ પર એક ઇમેજ લગાવીને જણાવ્યું કે PUBG મોબાઇલની ભારતમાં જલ્દી વાપસી થશે. સાથે જ PUBGએ 14 નવેમ્બરે ફેસબુક પર 6 સેકેન્ડની ટીઝર નાંખી હતી, જેમાં જણાવવામા આવ્યું કે PUBG મોબાઇલ જલ્દી જ ભારતમા ફરીથી શરૂ થવાની છે.
PUBG મોબાઇલ ઇન્ડિયાનુ પ્રી-રજીસ્ટ્રેશન શરૂ
PUBG રિલોન્ચને લઇને સતત ખબરો આવતી રહી છે. હવે ખબર આવી રહી છે કે દેશમાં શરૂ થવા જઇ રહેલા PUBG Mobile India માટે પ્રી-રજીસ્ટ્રેશન શરૂ થઇ ચુક્યુ છે. એન્ડ્રોઇડ અને iOSના યુઝર્સ PUBGના ઇન્ડિયન વર્ઝનને રમવા માટે તેનો ઉપયોગ કરી શકે છે. ચાલો તમને જણાવીએ અપડેટ…
PUBG ઉપયોગ કરશે માઇક્રોસોફ્ટ ક્લાઉડ સર્વિસ
પ્રાપ્ત માહિતી અનુસાર, PUBGએ ભારતીય યુઝર્સનો ડેટા સુરક્ષિત રાખવા માટે માઇક્રોસોફ્ટની ક્લાઉડ સર્વિસ અઝૂરે (Azure) પસંદ કરી છે. PUBGની પેરેન્ટ કંપની ક્રાફ્ટને માઇક્રોસોફ્ટ સાથે આ નવા પ્રોજેક્ટ માટે હાથ મિલાવી લીધો છે. ડેટા પ્રાઇવસી અને સિક્યોરિટી પર ભારત સરકારના નિયમો પ્રમાણે સેટઅપ તૈયાર કરવામાં આવી રહ્યું છે જેથી યુઝર્સનો ડેટા દેશમાં જ રાખવામાં આવે.
PUBG Mobile India એક અપડેટ વર્ઝન છે
પ્રાપ્ત માહિતી અનુસાર PUBG Mobile India એક અપડેટ વર્ઝન હશે. રિલોન્ચ થઇ રહેલુ ઇન્ડિયન વર્ઝન, ગ્લોબલ વર્ઝન કરતા અલગ હશે.
PUBG Mobile Indiaમાં જૂના આઇડીનો કરી શકાશે યુઝ
એક રિપોર્ટ અનુસાર PUBG Mobile Indiaમાં યુઝર્સની જૂની આઇડી કામ કરશે. ગેમ રમનારાઓએ અલગથી આઇડી બનાવવાની જરૂર નહી પડે. PUBG Globalમાં અત્યાર સુધી ઉપયોગમાં લેવામાં આવેલી આઇડીથી જ ઇન્ડિયન વર્ઝન પણ કામ કરશે.

3 લાખ યુઝર્સ કરાવી ચુક્યા છે રજીસ્ટ્રેશન
પ્રાપ્ત માહિતી અનુસાર, PUBG રમવા માટે અત્યાર સુધી આશરે 3 લાખ યુઝર્સ રજીસ્ટ્રેશન કરાવી ચુક્યા છે. ટેપટેપ સ્ટોરની રેટિંગ 9.8 જણાવવામાં આવી રહી છે. જો કે અત્યાર સુધી PUBG ગેમ બનાવનાર કંપનીએ આ અંગે કોઇ સત્તાવાર નિવેદન નથી આપ્યુ.
PUBG રમવા માટે આ રીતે કરો રજીસ્ટ્રેશન
એક રિપોર્ટ અનુસાર PUBGના નવા ઇન્ડિયન વર્ઝનને રમવા માટે તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો. તેના માટે Android અને iOSના યુઝર્સ TapTap ગેમ શેર કમ્યુનિટીમાં પ્રી-રજીસ્ટ્રેશન કરાવી શકે છે. આ ગેમ કમ્યુનિટી અનુસાર TapTap Storeથી PUBG Mobile India રમવા માટે રજીસ્ટ્રેશન થઇ રહ્યું છે. આ સુવિધા ફક્ત કમ્યુનિટી મેમ્બર્સ માટે જ ઉપલબ્ધ છે.

No comments: