સુપ્રીમ કોર્ટની ઝાંટકણી બાદ ગુજરાત સરકાર સફાળી જાગી, હવે લગ્નમાં આટલાને જ છુટ, જાણો બીજું શું શું બદલાયું
હાલમાં ગુજરાતમાં કોરોના મહામારીની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. કોરોના વાયરસના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ભયંકર વધારો થયો છે. આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1487 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 1,98,899એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 17 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3876એ પહોંચ્યો છે. જ્યારે 1234 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. આ રીતે રાજ્યમાં કોરોનાના સંક્રમણને કારણે ચાર મહાનગરોમાં હાલ રાત્રિ કર્ફ્યૂ મૂકવામાં આવ્યો છે. ત્યારે લગ્ન સહિત અંતિમવિધિમાં સામેલ થનારા લોકોની સંખ્યા મામલે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.


કોરોના મહામારી વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વાકા અતિ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે લગ્ન સમારંભમાં 100 લોકોને છૂટ આપવામાં આવી છે. આ પહેલા લગ્ન સમારંભમાં 200 લોકોને છૂટ આપવામાં આવી હતી. જેને ઘટાડીને માત્ર 100 કરી દેવામાં આવી છે. આ નિર્ણય વકરતી કોરોના મહામારીને ધ્યાનમાં રાખી લેવામાં આવ્યો છે. આ છૂટછાટ આવતીકાલથી રાજ્યભરમાં અમલી બનાવવામાં આવશે. એ સાથે જ મૃત્યુ અને ધાર્મિક વિધીમાં 50 લોકોને પરવાનગી આપવામાં આવી છે.
જો કે રાત્રિ કર્ફ્યૂ ધરાવતા શહેરોમાં લગ્ન સમારોહ પર પ્રતિબંધ છે. આ નિર્ણય મંગળવારની રાત્રિથી અમલવારી શરૂ કરાશે. આ વિશે મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો અતિ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં હવે લગ્ન સમારંભમાં 100 લોકોને છૂટ અપાશે. આ છૂટછાટમાં પણ માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સીંગ સહિતના નિયમોનું પાલન કરવાનું રહેશે.

તો એક તરફ વેડિંગ પ્લાનરનું કહેવું છે કે, 8 મહિના બાદ રવિવારથી ફરી લગ્નસરાની સિઝન શરૂ થતાં વેડિંગ ઇવેન્ટનો વ્યવસાય શરૂ થયો હતો ત્યારે બે દિવસ સંપૂર્ણપણે કર્ફ્યૂ અને નાઈટ કર્ફ્યૂ લાગતાં વ્યવસાયને મોટું નુકસાન થશે. સરકારે આ મામલે પહેલા વિચારવું જોઈએ અને કોઈ અલગ ગાઈડલાઈન અથવા રાતે 10 કે 11 વાગ્યા બાદ કર્ફ્યૂ લગાવવો જોઈએ. રવિવારે મોટી સંખ્યામાં લોકોના લગ્ન છે. તેઓની કંકોતરી છપાઈ ગઈ છે, મહેમાનો આવી ગયા છે, પાર્ટીપ્લોટ બુક થઈ ગયા છે ત્યારે કર્ફ્યૂના કારણે અમે ખુબ જ અસમંજસમાં છીએ.
ગુજરાતમાં આવ્યા આજે આટલા કેસ

કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં અમદાવાદ કોર્પોરેશન 319, સુરત કોર્પોરેશન 217, વડોદરા કોર્પોરેશન 132, રાજકોટ કોર્પોરેશન 95, રાજકોટ 59, સુરત 53, મહેસાણા 46, ગાંધીનગર કોર્પોરેશન 44, પાટણ 44, વડોદરા 40, ગાંધીનગર 38, બનાસકાંઠા 30, આણંદ 27, અમદાવાદ 25, પંચમહાલ 25, ખેડા 23, નર્મદા 23, સાબરકાંઠા 23, ભાવનગર કોર્પોરેશન 21, મોરબી 21, અમરેલી 18, મહીસાગર 18, દાહોદ 16, સુરેન્દ્રનગર 14, ભરૂચ 13, જામનગર કોર્પોરેશન 12, કચ્છ 11, ગીર સોમનાથ 10, જુનાગઢ કોર્પોરેશન 10, તાપી 10, અરવલ્લી 9, જામનગર 9, છોટા ઉદેપુર 7, જુનાગઢ 7, ભાવનગર 5, નવસારી 4, પોરબંદર 4, દેવભૂમિ દ્વારકા 3, બોટાદ 2, વલસાડ કેસ સામે આવ્યા છે.

No comments: