આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લિંક છે કે નહીં અને કયો નંબર લિંક છે, આ સરળ પ્રોસેસથી જાણી લો
જો તમારી પાસે એકથી વધુ મોબાઈલ નંબર છે અથવા તો તમે ઘણીવાર તમારો મોબાઈલ નંબર ચેન્જ કરી ચૂક્યા છો તો આ સમાચાર તમારા કામના છે. જો તમે ભૂલી ગયા છો કે તમારા આધાર સાથે કયો મોબાઈલ નંબર લિંગ છે તો જરાય પરેશાન થવાની જરૂર નથી. આજે અમે તમને જણાવીશું, કે કઈ રીતે તમે જાણી શકો તમારો નંબર આધાર સાથે લિંક છે કે નહીં અને કયો નંબર લિંક છે.
આધારથી લિંક મોબાઈલ નંબર આ રીતે જાણો
- સૌથી પહેલાં UIDAIની ઓફિશિયલ વેબસાઇટ https://uidai.gov.in/ પર જાઓ.
- ત્યારબાદ My Aadhar પર જાઓ અને અહીં તમને Aadhar Servicesનું ઓપ્શન જોવા મળશે.
- Aadhar Services પર પહેલું જ ઓપ્શન Verify an Aadhar Number હશે. તેના પર ક્લિક કરવાથી નવી વિન્ડો ખુલશે. જ્યાં તમારો આધાર નંબર અને કેપ્ચા નાંખો.
- ત્યારબાદ પ્રોસીડ ટૂ વેરિફાઇ પર ક્લિક કરો.
- જે બાદ તમને તમારું આધાર સ્ટેટસ જોવા મળશે.
- જો તમારા આધાર સાથે કોઈ નંબર લિંક નહીં હોય તો કંઈ નહીં લખ્યું હોય. એનો મતલબ છે કે તમારા આધાર સાથે કોઈ નંબર લિંક નથી.
- જો તમારા આધાર સાથે કોઈ મોબાઇલ નંબર લિંક હશે તો તેના પાછળના ત્રણ આંકડા જોવા મળશે.
- આ રીતે તમે તમારા આધાર સાથે કયો મોબાઈલ નંબર લિંક છે તે જાણી શકો છો.
- ફક્ત 50 રૂપિયામાં બનીને ઘરે પહોંચી જશે તમારુ ખિસ્સામાં રખાય એવું આધાર કાર્ડ, આ રીતે કરો અપ્લાય
- શું તમને તમારા Aadhaar કાર્ડ પર લાગેલો ફોટો પસંદ નથી, તો આ રીતે કરો અપડેટ
આ રીતે આધાર કાર્ડ ડાઉનલોડ કરો
આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલાં ઓફિશિયલ વેબસાઇટ https://eaadhaar.uidai.gov.in પર જાઓ. એનરોલમેન્ટ આઇડી કે આધાર નંબરનો ઓપ્શન પસંદ કરો. એનરોલમેન્ટ આઇડી સિલેક્ટ કર્યો હશે તો આધારની ડિટેલ્સ ભરવી પડશે. જેમ કે 28 અંકનો એનરોલમેન્ટ નંબર, પિન કોડ, નામ અને કેપ્ચા કોડ ભરો. આધારનો વિકલ્પ પસંદ કર્યો હશે તો 12 અંક આધાર નંબર અને બીજી જાણકારી ભરવી પડશે. આમ કર્યા બાદ આધારથી રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર ઓટીપી આવશે. જેમાં કેટલાક સવાલનો જવાબ આપ્યા બાદ વેરિફાય અને ડાઉનલોડ પર ક્લિક કરી દો. આ રીતે ઈ-આધારકાર્ડ ડાઉનલોડ થશે.
આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લિંક છે કે નહીં અને કયો નંબર લિંક છે, આ સરળ પ્રોસેસથી જાણી લો
Reviewed by Admin
on
November 11, 2020
Rating:

No comments: