ડ્રાઇવિંગ લાયસન્સ કે RC ન હોય તો પોલીસથી ગભરાવાની જરૂર નથી, સરકારે આપી તમામ નિયમોમાંથી મુક્તિ

 


ડ્રાઇવિંગ લાયસન્સ કે RC ન હોય તો પોલીસથી ગભરાવાની જરૂર નથી, સરકારે આપી તમામ નિયમોમાંથી મુક્તિ

જો પોલીસ તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ, કે આરસી બુક માંગે અને તે એક્સપાયર થઇ ગઇ હોય તો પોલીસ નહી કરી શકે દંડ, સરકાર દ્વારા આ તમામ નિયમોમાંથી મુક્તિ આપી દેવાઇ છે


અમદાવાદ : કોવીડ-૧૯ પરિસ્થિતીમાં ભારત સરકારના માર્ગ અને વાહનવ્યવહાર મંત્રાલય દ્વારા એડવાઇઝરી ઇસ્યુ કરવામાં આવેલ છે. આ એડવાઇઝરી વાહન અને વાહન ચલાવનાર સંબંધિત દસ્તાવેજ બાબત છે. એડવાઇઝરી મુજબ વાહન અને લાયસન્સ સંબંધિત દસ્તાવેજોમાંથી તા.૩૧.૧૨.૨૦૨૦ સુધી નાગરિકોને મુકિત આપવામાં આવે છે. આ દસ્તાવેજોમાં વાહનનું ફીટનેશ, ડ્રાઇવીંગ લાયસન્સ, આર.સી., પરમીટ વગેરેનો સમાવેશ થાય છે. 


એન્ફોર્સમેન્ટની કામગીરી દરમ્યાન એન્ફોર્સમેન્ટ અધિકારી/કર્મચારીઓએ એડવાઇઝરીને ધ્યાનમાં રાખી એન્ફોર્સમેન્ટની કામગીરી કરવાની રહેશે. વધુમાં, શિખાઉ લાયસન્સ સંબંધિત છ માસની સમયમર્યાદા બાદ શિખાઉ લાયસન્સની પુનઃ શિખાઉ લાયસન્સ ઇસ્યુ કરવાની કામગીરી માટે અરજદારે ફકત વાહનના પ્રકાર સંબંધિત શિખાઉ લાયસન્સ ફી ભરવાની રહેશે. અન્ય તમામ ફી જેવી કે, સ્માર્ટકાર્ડ-અરજી ફી વિગેરે Carry Forward થશે એમ વાહન વ્યવહાર કમિશનરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
આ જોતા એક પ્રકારે હવે પોલીસ આડકતરી રીતે તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ કે આરસી બુક માંગવાનું ટાળશે. કારણ કે જો તેઓ દંડ કરી શકે તેમ જ નહી હોય તો આ વસ્તુઓ માંગવાનો કોઇ અર્થ રહેતો નથી. જેથી પોલીસના હાથ પરોક્ષ રીતે કાપી લેવામાં આવ્યા છે. જેથી હવે પોલીસ આ અંગે કોઇ પણ પ્રકારનો વહિવટ કરવાનું ટાળશે. પોલીસ માત્ર ટ્રાફીક નિયમનની કામગીરી જ કરશે. કારણ કે લાયસન્સ નહી હોવા કે આરસી બુક નહી હોવાની સ્થિતીમાં ડિસેમ્બર સુધીની સરકાર દ્વારા માફી આપવામાં આવી છે. જેથી પોલીસનાં હાથ પરોક્ષ રીતે કપાઇ ચુક્યા છે.
ડ્રાઇવિંગ લાયસન્સ કે RC ન હોય તો પોલીસથી ગભરાવાની જરૂર નથી, સરકારે આપી તમામ નિયમોમાંથી મુક્તિ ડ્રાઇવિંગ લાયસન્સ કે RC ન હોય તો પોલીસથી ગભરાવાની જરૂર નથી, સરકારે આપી તમામ નિયમોમાંથી મુક્તિ Reviewed by Admin on October 03, 2020 Rating: 5

No comments:

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();

Popular

Theme images by Flashworks. Powered by Blogger.